જેતપુરના ખીરસરા ગામે અગાઉ સરપંચની ચૂંટણી હારી ગયા. બાદ ચાલતા મનદુખનો ખાર રાખી યુવાને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગેની માહિતી મુજબ જેતપુરના ખી૨સ૨ા ગામે રહેતો અને ફેબ્રીકેશનનું કામ કરતા હરેશ નરોતમભાઈ સોડાગર નામના સુથાર યુવાને ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં રહેતો દેવરાજ ઉર્ફે દેવો વિક્રમ સરવૈયાના પિતા અગાઉ સરપંચની ચૂંટણી હારી ગયા હોય જે બાબતનું મનદુખ રાખી ગઈકાલે પોતે તેના સંબંધીના ઘર પાસે હતા ત્યારે સામાવાળા દેવરાજ ઉર્ફે દેવાએ ઝઘડો કરી માથામાં ધોકો મારી ગંભીર ઈજા પહોંચાડી નાશી જતા જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા


