Gujarat

જેતપુરના જુનાગઢ રોડ પર અકસ્માતમાં યુવકે પગ ગુમાવ્યો

જેતપુરના જુનાગઢ રોડ પર ગ્લોબલ સિનેમાની સામે અકસ્માત સર્જાતા  એક્ટિવા ચાલકને પૂરપાટ ઝડપે દોડતું ટ્રેક્ટરની પાછળ ની ટ્રોલી સાથે અથડાતા યુવકને પગ ગુમાવવાનો વારો આવ્યો છે.
ઘટનાની વિગત પ્રમાણે જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ ગ્લોબલ સિનેમાની સામે જેતલસરનો યુવાન મહેશ વશરામભાઈ ગોહિલ (ઉ.મ.25 ) કામ સબબ જેતપુર આવેલ હોય ત્યાર બાદ રાત્રીના સાત વાગ્યાની આજબાજુ જેતલસર પરત જઇ રહ્યો હતો ત્યારે અચાનક પૂરપાટે આવતા ટ્રેક્ટર એ ઠોકરે ચડાવતા ટ્રેક્ટરની પાછળ ની ટોલી સાથે અથડાતા એક્ટિવા સાથે અકસ્માત સર્જાતા યુવકનો એક પગ કપાયો હતો. અકસ્માત સર્જતા ની સાથે જ આજુબાજુના સ્થાનિકોએ 108ને જાણ કરતા યુવકને પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ત્યારબાદ જુનાગઢ રિફર કરાયો હતો.આ અકસ્માત સર્જાતાની સાથે  સાથે ટ્રેકટરચાલક ટ્રેક્ટર લઈને ઘટનાસ્થળેથી ફરાર થયો હતો આ આ બાબતે જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220223-WA0192.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *