Gujarat

જેતપુરના જેતલસર ગામ નજીક દારૂ પીધેલા સાત નબીરા પકડાયા

જેતપુર તાલુકાના જેતલસર ગામના હાઇવે રોડ પરથી મંડલીકપુર રોડ ઉપર ગોળાઈમાં દારૂ પીધેલી હાલતમાં ૭ નબીરાની તાલુકા પોલીસે તમામની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન તાલુકાના જેતલસર ગામના હાઇવે રોડ પરથી મંડલીકપુર રોડ ઉપર ગોળાઈમાં તપાસ કરતા સાત  શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે તેમના નામ પૂછતાં (૧) કાર્તિક ચંદુભાઈ કાપડિયા રહે. ટાકુડી પરા  (૨) રાજેશ પ્રવીણભાઈ ઠુંમર રહે. સ્વામિનારાયણ સોસાયટી, અમરનગર રોડ  (૩) મીરલ વજુભાઈ ટીલાળા રહે. રાજેશ્વરી સોસાયટી  (૪) જય મુકેશભાઈ ચભાડીયા રહે. અમરનગર રોડ  (૫) અજય વલ્લભભાઈ માલવીયા  આરડીસી બેંક બાપુની વાડી (૬) દિવ્યેશ હસમુખભાઈ ચભાડીયા રહે. તેજા કાળા પ્લોટ  તમામ રહે જેતપુર તેમજ (૭) ભરત પોપટભાઈ માવાણી રહે. જમનાવડ રોડ ધોરાજી  હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની તપાસ કરતા તમામ લોકો દારૂ પીધેલા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેમની પાસે દારૂ પીવા અંગેની પરમીટ માંગતા પરમીટ ન હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે દારૂની પીધેલા હાલતમાં ૭ નબીરાઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *