Gujarat

જેતપુરના દેરડી આવાસ વિસ્તારમાં આવારા તત્વોએ 7 જેટલી ગાયોનાં કાન કાપી નાખ્યા.

આવાસ વિસ્તારનાં સ્થાનિકોમાં રોષ તાત્કાલિક પગલાં લેવાની માંગ
જેતપુરના દેરડી આવાસ યોજના વિસ્તારમાં આજ વહેલી સવારે અજાણ્યા આવારા તત્વો દ્વાર પાંચ થી છ ગૌ માતાના કાન કાપ્યા નો કિસ્સો સામે આવતા સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી વ્યાપી હતી..
જેતપુરના દેરડી આવાસ ધાર વિસ્તારમાં આજે વહેલી સવારમાં સાથે સાત જેટલી ગાયોના કોઈ નરાધમ તત્વો દ્વારા હીન કૃત્ય કર્યું હોવાનું સામે આવતા આ વિસ્તારમાં રહેતા લોકોમાં દુઃખની લાગણી પ્રસરી છે તેમજ આ હીન કૃત્ય કરનારાઓને તાત્કાલિક પકડીને સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.આ વિસ્તારમાં તમામ સમાજના લોકો રહેતા હોય આ વિસ્તારમાં સાત જેટલી  ગૌ માતાના કાન કાપ્યા નો કિસ્સો સામે આવતા આગેવાનો તેમજ સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ જે નરાધમોએ મૂંગા પશુઓ પર જે કૃત્ય કરવામાં આવ્યું છે તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220223-184316__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *