અફરાતફરીફાયર ટીમે લીકેજ ગેસના બાટલામાં લાગેલી આગને કાબૂમાં લીધી
શહેરમાં ગેસ સીલીન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. જેતપુરના નવાગઢ વિસ્તારમાં ખોડીયાર ધાર વિસ્તારમાં આવેલ ઓમકાર પ્રિન્ટ નામના ટેક્ષટાઈલ કારખાનામાં ગેસ સીલીન્ડર ફાટતા આગ ફાટી નીકળી હતી. સદનસીબે કોઈ ઈજા કે જાનહાની નહિ.
ઘટનાની જાણ થતાં આજુબાજુના કારખાના વાળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા.ગઇ કાલે સાંજે એજન્સીમાંથી લવાયેલો નવો સિલેન્ડર ફીટ કર્યો હતો.જ્યારે બપોર બાદ કારખાનામાં કામ કરતા મજૂરો રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક સિલેન્ડર લીકેજ થતા અફડાતફડીભર્યો માહોલ સર્જાયો હતો . જોકે, ફાયર ટીમે આગને કાબૂમાં લીધી હતી.સદનસીબે જાનહાનિ ટળી હતી.
હરેશ ભાલીયા જેતપુર


