સુંદરવન સોસાયટી તેમજ શિવ પાર્ક રહીશોની અનેક રજૂઆતના અંતે મહિલાઓ બની રણચંડી
જેતપુર નવાગઢ નગરપાલિકાનું તંત્ર જાણે કે ગાઢ નિંદ્રામાં સૂતુ હોઈ અને શહેરના લોકોને કેટ કેટલી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમ છતાં નગરપાલિકાના સતાધિશોના તેમજ તંત્રના પેટનું પાણી હલતું નથી સ્થાનિકોને અનેક રજૂઆત થતા પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી ત્યારે બે સોસાયટી વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે.
જેતપુર ના નવાગઢ વિસ્તારમાં સરધારપુર રોડ પર આવેલ સુંદરવન સોસાયટી અને શિવ પાર્ક જેમનો મુખ્ય રસ્તો મયુર પાર્કમાંથી પસાર થતો હોય છે પરંતુ આ સોસાયટીમાંથી મુખ્ય રોડ પર જવા માટે મયુર પાર્કમાં આવેલ રાજકીય વગ ધરાવતા લોકોએ દિવાલ બનાવી લેતા સુંદરવન વિસ્તારના લોકોને અડધો કિમી ફરીને જવું પડતું હોય છે જેથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અંતે અનેક રજૂઆત સતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં નાં આવતા સ્થાનિક મહિલાઓ તેમજ રહીશોએ દિવાલ તોડવાની કવાયત હાથ કરતા બને સોસાયટી નાં રહીશો આમને સામને આવ્યા હતા
બે દિવસ પહેલા સુંદરવન સોસાયટી અને શિવ પાર્કના લોકોએ જેતપુર નવાગઢ નગરપાલિકા ખાતે જઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમ છતાં નિર્ભર તંત્રએ મૌન સેવ લેતા અંતે સુંદરવન તેમજ શિવ પાર્કની મહિલાઓ તેમજ રહીશો વિફર્યા હતા અને મયુર પાર્કમાં રસ્તા વચ્ચે બાંધવામાં આવેલ દિવાલ તોડી પાડવા માટે કવાયત હાથ ધરતા મયુર પાર્ક અને સુંદરવન સોસાયટીના રહીશો આમને સામને આવી જતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું
સુંદરવન સોસાયટી અને શિવ પાર્કમાં નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાઓ પૂરવામાં ના આવતા જેથી બાળકોને રાહદારીઓ અંદર પડવાનો ભ્ય સતાવતો રહે છે એટલું ઓછું ન હોય તેમ આ સોસાયટીમાં પાકા રોડ રસ્તા અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ બાબતે અસંખ્ય રજૂઆત કરાય હોવાના રહીશોએ આક્ષેપો કર્યા હતા અને પાલિકા આ બાબતે આખા આડા કામ કરી રહ્યા હોય તેવું જણાવ્યું હતું
શહેરના નવાગઢમાં સરધારપુર રોડ પર સુંદરવન અને શિવ પાર્ક બંને સોસાયટી બાજુમાં આવેલ છે
ક્યાંથી મુખ્ય રસ્તા પર જવા માટે ચાર રસ્તાઓ પડે છે પરંતુ ચારે રસ્તા પર મયુર પાર્ક સાથે જોડાયેલ હોય અને મયુર પાર્ક ના લોકોએ આડે દિવાલ બનાવી રોડ બંધ કરી દીધો હોય જેથી બંને લતાવાસીઓને અડધો કિલોમીટર ફરીને મુખ્ય રસ્તા પર જવું પડતું હોય છે.
જેથી આ રસ્તાઓ આડેને આ રૂપ દિવાલ દૂર કરવા માટે સ્થાનિકોએ નગરપાલિકામાં અવાર નવાર આવેદનપત્ર આપવામાં આવ્યા હોય તેમ છતાં કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા અંતે સોસાયટીના રહીશો વિફર્યા હતા અને સોસાયટી આડે બાંધવામાં આવેલ દિવાલ તોડવામાં આવતા બંને સોસાયટીના રહીશો વચ્ચે બબાલ સર્જાય હતી આ મામલો ઉગ્ર બને એ પહેલા નગરપાલિકા તંત્રના સત્તાધીશો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મમલો થાળી પાડવાની કોશિશ કરી હતી અંતે જેતપુર નવાગઢ નગરપાલિકા ના કામદારો દ્વારા રોડ વચ્ચે બનાવવામાં આવેલ દિવાલ તોડી પડાઈ હતી


