Gujarat

જેતપુરના ન્યારા પેટ્રોલપંપમાં કારચાલકે પેટ્રોલ પુરાવી ભાગી ગયો

રાજકોટ
જેતપુરના જૂનાગઢ રોડ પર સાંકળી ગામ પાસે ન્યારા પેટ્રોલ પંપ પર એક સફેદ કલરની સ્વીફ્ટ કાર ફ્યૂલ પૂરાવવા આવે છે. કારમાંથી બહાર નીકળ્યા વિના જ આ શખસ ફ્યુલ પૂરવાનું પેટ્રોલ પંપના કર્મચારીને કહે છે. આથી પેટ્રોલ પંપના કર્મચારી તેમની કારમાં ફ્યુલ પૂરી રહ્યો છે. આ દરમિયાન પેટ્રોલ પંપના માલિક કાર આગળ મોબાઇલમાં વાત કરી રહ્યા છે. બાદમાં પેટ્રોલ પંપના માલિક કારની આગળથી સાઇડમાં વાત કરતા કરતા આવી જાય છે. ફ્યુલ પૂરાતા જ આ કારમાં બેસેલો શખસ રૂપિયા આપ્યા વિના કાર ભગાવી મુકે છે. બાદમાં કાર ભગાવી મૂકતા શખસને કાર સાથે રોકવા પેટ્રોલ પંપના માલિક કાર સાથે દોડે છે. પરંતુ ચાલક ટર્ન મારી પેટ્રોલ પંપના માલિકને જાેરદાર ટક્કર મારે છે. બાદમાં પેટ્રોલ પંપના માલિક જમીન પર પટકાઇ છે અને ૧૦ ફૂટ જેટલા ઢસડાઇ છે. આથી પેટ્રોલ પંપના કર્મી પોતાના માલિકને બચાવવા પાછળ દોડે છે. પરંતુ કારની જાેરદાર ટક્કરને કારણે પેટ્રોલ પંપના માલિકને ગંભીર ઇજા પહોંચે છે.જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપમાં ફ્યુલ પૂરાવી રૂપિયા આપ્યા વિના લુખ્ખા શખસે કાર ભગાવી મૂકી હતી. બાદમાં પેટ્રોલ પંપના માલિક કાર સાથે દોડ્યા તો તેને કારથી જાેરદાર ટક્કર મારી દીધી હતી. આથી તેઓ રસ્તા પર પટકાઇને ૧૦ ફૂટ જેટલા ઢસડાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પેટ્રોલ પંપના માલિકને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર પોલીસે સીસીટીવીના આધારે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *