જેતપુરના બોરડીસમઢીયાળા ગામના નટુ બૂટાણી સામે નોંધાયો ગુનો
પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો.
પોતાની પત્ની ઘરેથી ચાલ્યા ગયા બાદ પત્ની અંગે જેતપુરના યુવાનને તમામ વિગતોની જાણ હોવાનો ખાર રાખીને જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના નટુ બુટાણી નામના શખશે આજે જેતપુરના જુનાગઢ રોડ ઉપર આવેલા સરદાર ચોકમાં બબાલ કરી બે મિત્રો પર દાતરડા વડે હુમલો કરી ફોર્ચ્યુનર કારની લૂંટ ચલાવીને નાસી છૂટતા. આ બાબતે જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના નટુ બુટાણી નામના શખ્સની પત્ની લાંબા સમયથી નટુ ને છોડીને ચાલી ગઈ છે. દરમિયાન તેમની પત્ની બાબતે જેતપુરના જીતુભાઈ વિષ્ણુભાઈ વૈષ્ણવને જાણ હોવાની શંકા રાખીને આજે નટુએ જેતપુરના સરદાર ચોકમાં બોલાવીને જેતપુરના નરેશભાઈ વેકરીયા અને જીતુભાઈ વૈષ્ણવ સાથે પ્રારંભિક બબાલ કરીને ફોર્ચ્યુનર કાર પર દાતરડાના ઘા કરી નરેશભાઈ અને જીતેશભાઈને પણ દાતરડાના ઘા ઝીંકી ઘાયલ કરી દઈ, નરેશભાઈની ફોર્ચ્યુનર GJ-03-EC-8485 નંબરની, રૂ.35.10 લાખની કાર લઈને નાસી છૂટતા આ બારાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
બનાવની નરેશભાઈ વલ્લભભાઈ વેકરીયાની ફરિયાદ પરથી જેતપુર શહેર પોલીસે બોરડી સમઢીયાળાના નટુ ગાંડા બુટાણી સામે ગુનો નોંધી તપાસ આદરી હતી જેમાં આરોપીને બગસરાના કુકાવાવ નજીકથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે


