રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા બોરડી સમઢીયાળા ગામ પાસે આવેલી વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર પોલીસે દરોડો પાડી 6 જુગારીઓને રૂ।.39500ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.આરોપીઓમાં ભરત ઉર્ફે ડાયા કાનજી બુટાણી (ઉ.વ.40, રહે બોરડી સમઢીયાળા) જીજ્ઞેશ તેજા બુટાણી (ઉ.વ.33 રહે.બોરડી સમઢીયાળા), હિતેશ મનસુખ સાવલીયા (ઉ.વ.35, રહે બોરડી સમઢીયાળા) દિનેશ હર્ષદ રાવલ (ઉ.વ.40 રહે. જેતપુર) અને અમીરાજ બાબુ ગેવરીયા (ઉ.વ.30, રહે બાંટવા દેવડી, તા.કુકાવાવ, અમરેલી)નો સમાવેશ થાય છે. પુછપરછમાં ખુલ્યું હતું કે, આરોપી ભરત ઉર્ફે ડાયો તેની વાડીમાં જુગારનું સાહિત્ય પુરૂ પાડી કલબ ચલાવતો હતો. જેતપુર તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
