Gujarat

જેતપુરનાં જુનાગઢ બાયપાસ નેશનલ હાઇવે રેલ્વે બ્રિજ ઉપરથી કાર નીચે ખાબકી

બેંક કર્મચારી ચાલકનું ઘટનાસ્થળે મોત સાથી યુવતી ગંભીર
જેતપુરના જુનાગઢ બાયપાસ નેશનલ હાઇવે ઉપર જેતલસર જંકશન નાં રેલ્વે બ્રિજ નાં પુલ ઉપરથી કાર ચાલક એસબીઆઇ બેંકના કર્મચારીએ કાબૂ ગુમાવતા કાર 150 ફૂટ જેટલી પ્રથમ હવામાં ફગોળાઈ 50 ફૂટ પુલ નીચે ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર ચાલક કર્મચારીનું કમ કમાટી ભર્યું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બાજુની સીટ ઉપર બેઠેલ સાથી યુવતી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ જેતપુરના જુનાગઢ બાયપાસ નેશનલ હાઇવે ઉપર જેતલસર જંકશન નાં રેલ્વે બ્રિજ નાં પુલ પુલ પરથી પસાર થઈ રહી હતી.તે સમયે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ફિલ્મી સ્ટાઈલ ઢબે પ્રથમ ૧૫૦ ફૂટ જેટલી હવામાં ફંગોળાઈ ૫૦ ફૂટ જેટલા પુલની નીચે ખાબકતા ટોયોટા ગ્લેન્ઝા રજીં નં જીજે ૧૧ સીડી ૯૬૧૮ નો કચ્ચરઘાણ વળી ગયો હતો ચાલક ચંદ્રકાંત બીપીનભાઈ અગ્રાવતનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જેમની પાસેથી સી.બી અગ્રાવત સિનિયર એસોસીએટ નામનું એસબીઆઇ બેંકનું આઈ કાર્ડ મળેલ હતું પ્રથમ દ્રષ્ટિએ કારચાલક એસબીઆઇ બેંકના કર્મચારી હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે બાજુની સીટ ઉપર બેઠેલ યુવતી રોશનીબેન કિશોરભાઈ રાઠોડ જે બેંક કર્મચારીના સાથી હોવાનું જાણવા મળેલ જેઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ બાદ જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા
 આ ઘટના અંગે જેતલસર જંકશન રેલ્વે પોલીસને જાણ થતાં ઘટનસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી

IMG-20220706-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *