આ શૌર્ય દિનની રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના અનુસૂચિત જાતિના મોરચાના આગેવાનોએ પણ ભાગ લીધો
મહારાષ્ટ્રના પુણે નજીકના કોરેગાંવમાં અક ઉજવણી દરમિયાન કેટલાંક જૂથો વચ્ચે ઘર્ષણ થતા એક વ્યક્તિનું મોત થયું હતું. બ્રિટિશરોએ અહીં મરાઠાઓને હરાવ્યા તે લડાઈના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પહેલી જાન્યુઆરીના રોજ કોરેગાંવમાં યોજાઈ હતી.વર્ષ ૧૮૫૧માં બ્રિટીશ સરકારે મહાર જાતિના પ્રદાનને બિરદાવવા માટે કોરેગાવામાં એક કીર્તિસ્તંભ બનાવડાવ્યો હતો. પહેલી જાન્યુઆરી ૧૯૧૮ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ કીર્તિસ્તંભની મુલાકાત લીધી હતી, ત્યારથી અહીં દર વર્ષે આ ઉજવણી થાય છે.
જેતપુર મા આજે 01-01-1818 નાં દિવસે 500 મહાર યોદ્ધા ઓએ 28000 પેશ્વાનાં જાતીય જુલ્મ અને અમાનવીય અત્યાચાર વિરુદ્ધ સન્માન સ્વમાન અને સમાનતા માટેની પ્રતિષ્ઠા ની લડાઈ જીતની મહાર યોદ્ધાઓમા શહીદ થયેલ વીર મહાયોદ્ધા ઓની યાદ મા ભીમા નદી નાં કાંઠે કોરેગાંવ મહારાષ્ટ્ર મા એક વિજય સ્ટભં બનાવવા મા આવીયો છે જેના પર યુદ્વ મા શહીદ થયેલ મહાર સેનાનીઓ નાં નામ અંકિત થયેલ હોઈ બાબા સાહેબ આંબેડકર દર વર્ષ 1 જાન્યુઆરી એ વીર મહાયોદ્ધા ઓને આદરાંજલી આપતાં હતા ત્યારે જેતપુર મા આજે સોર્ય રેલી યોજાઈ આ રેલી જેતપુર નાં નવાગઢ તીન બત્તી ચોક ખાતે વીર ચાંપરાજ વાળાની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ સરદાર ચોક ખાતે સરદાર પેટલની પ્રતિમાને પણ ફુલહાર કરવામાં આવ્યા હતા તેમજ શહેર મા ફરી કનકિયા પ્લોટ મા આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરિ સમાપન કરેલ હતું. આ સમગ્ર રેલી નું આયોજન જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલ હતું.
હરેશ ભાલીયા જેતપુર


