ચોરીની બાઈક સાથે એક શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પકડી પાડ્યો હતો. જેતપુર પોલીસ મથકમાં થયેલા વાહન ચોરીનો ભેદ ઉકેલી આરોપી યુવક સાથે બે સાગ્રીત કિશોરની ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સૂચના બાદ એલ.સી.બી.ની ટીમે કામગીરી આદરી હતી.અગાઉ પણ જિલ્લામાં આવી ગેંગ સક્રિય થઈ હોવાથી કોઈ જૂની ગેંગ જ ફરી સક્રિય થઈ છે કે પછી નવી ગેંગ બની છે તે દિશામાં પણ પોલીસની ટીમે કામગીરી શરૂ કરી હતી.
એલસીબી પીઆઈ એ. આર. ગોહિલે જુદીજુદી ટીમો બનાવી ગેંગ ઝબ્બે કરવા બાતમીદારોને સક્રિય કર્યા હતા. જેના ભાગરૂપે પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે એલસીબીનાં પો.હેડ કોન્સ નિલેશભાઈ,દિવ્યેશભાઈ સુવાએ જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના બે બાઇક સાથે એક શખ્સ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અનિકેતભાઈ ખોડિદાસભાઈ વાઘેલા ( રહે. જેતપુર) હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.નવાગઢ વિસ્તારમાંથી બે બાઇક સવારને શંકાના આધારે રોકી પુછપરછ કરતા બન્ને બાઇક ચોરીના હોવાનું માલુમ પડતા તેશખ્સ અનીકેતન ખોડીદાસભાઇ વાઘેલા (રહે. કણકીયા)તેમજ બાઇક અંગે પુછપરછ કરતા તેમણે કુલ ત્રણ ચોરીઓ કબુલ કરેલ. જેમાં ત્રાકુડીપરા વિસ્તારમાંથી એક બાઇક બાવાવાળા પરા ધરતીપાન પાસેથી લાલકલરનું સ્પ્લેન્ડર મો.સા. તેમજ બુગીયા શેરીમાંથી હોન્ડા સીડી ડ્રીમ એમ ત્રણ બાઇકની ચોરી કબુલ કરેલ.પોલીસે બે બાઇક તેમજ મોબાઇલ ૩ મળી કુલ રૂા.૬પ૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે
હરેશ ભાલીયા જેતપુર


