Gujarat

જેતપુરમાં નાશી છુટેલા યુવક અને પરિણીતાને આપી તાલીબાની સજા

જેતપુરમાં એક ત્રણ સંતાનની માતા ફુવારા યુવક સાથે નાશી ગયા બાદ પરિણીતાના સાસરિયાઓના હાથ લાગી જતાં બંનેનું અપહરણ કરી બાંધી લાકડાના ધોકા,પ્લાસ્ટીકની નળી વડે ઢોર માર મારી પરિણીતાના નાક, કાન કાપી બંનેને ગુપ્ત ભાગે ડામ આપી મુંડન કરી બેભાન અવસ્થામાં સોમનાથ દરિયા કાંઠે ફેંકી દીધાં.
      શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી જશીબેન હેમંતભાઈ પરમાર નામની ત્રણ સંતાનોની માતાને તેમની પડોશમાં જ રહેતા તેમની જ દેવીપૂજક જ્ઞાતિના અરવિંદ પરમાર નામના ફુવારા યુવક સાથે આંખ મળી ગઈ હતી. જેથી હવે બંને એક બીજા વગર રહી શકે એમ ન હોવાનું લાગતા બંને ઘરેથી નાશી ગયા. એક મહિના સુધી ફર્યા બાદ પૈસા ખતમ થઈ જતાં ગતરોજ બંને જેતપુર પરત આવ્યા હતાં. જેની જાણ જશીબેનના સાસરિયા પક્ષને થતાં તેઓએ બંને જે જગ્યાએ હતાં ત્યાં પહોંચી બંનેને વારાફરતી ઝડપી પ્રથમ સ્થળ પર જ મારમારી પોતાની સાથે એક ગાડીમાં હાથ બાંધી અપહરણ કરી ગયાં. ત્યારબાદ શરૂ થઈ તાલિબાની સજા શહેરના જુદાજુદા અવાવરું જગ્યાએ બંને લઈ જઈ બાંધીને લાકડાના ધોકા તેમજ પ્લાસ્ટિકની નળીથી ઢોર મારમર્યો અને આટલાથી પણ ન અટકી લોખંડની કોસ તેમજ એક રૂપિયાનો સિક્કો ગરમ કરી બંનેને શરીરના ગુપ્ત ભાગે તેમજ અન્ય ભાગે ડામ આપ્યા અને બંનેનું મુંડન પણ કરી નાખ્યું. અને હજુ પણ કઈ બાકી રહી ગયું હોય તેમ જશીબેનને તેમની જેઠાણી તેમની પુત્રીઓ પકડી રાખી અને તેણીના પતિ હેમંતભાઈએ બ્લેડથી તેણીનું નાક અને કાન કાપી નાંખ્યા.
પરિણીતા અને યુવકને આટલી ક્રૂરતા પૂર્વક માર મરાતા બંને બેભાન થઈ જતાં બંનેને ઉપાડી એક કારમાં બંનેને સોમનાથ દરિયા કાંઠે ફેંકી આવ્યાં. જ્યારે બંનેને હોશ આવ્યો ત્યારે યુવક સોમનાથ સ્થિત પોતાના સબંધીની મદદથી જેતપુર આવી સારવાર માટે સરકારી હોસ્પીટલમાં દાખલ થયાં હતાં જ્યાં બંનેની સારવાર બાદ જશીબેને તેમના સાસરિયા પક્ષના પતિ,જેઠ, જેઠાણી  સહિત આઠથી દસ લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી હાલ તો જેતપુરમાં આ અજબ પ્રેમ કી ગજબ કહાની સમગ્ર પંથકની અંદર ચર્ચાનો વિષય બન્યો છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220518-194345__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *