Gujarat

જેતપુરમાં બાવળની ઝાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ: 850 લીટર આથો જપ્ત

પોલીસે દરોડો પાડી દેશી દારૂ 50 લીટર અને ભઠ્ઠીના વાસણો મળી રૂ.4100 નો મુદ્દામાલ કબ્જે કર્યો
જેતપુરમાં દેરડીધાર આવાસ યોજના કવાર્ટર પાછળ બાવળની કાટમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂનો આથો 850 લીટર, દેશી દારૂ અને ભઠ્ઠીના વાસણો મળી રૂ.4100 ના મુદ્દામાલ કબ્જે કરી ફરાર થયેલ હરેશ ચારોલીયાને શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત અનુસાર, જેતપુર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હબીબ બેલીમ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે દેરડીધાર આવાસ યોજના કવાર્ટર આગળ શીતળા મંદિર વાળી ધારમાં દેશી દારૂની ભઠી ધમધમતી હોવાની બાતમીના આધારે પોલીસના સ્ટાફે દરોડો પાડી તપાસ કરતાં દેશી દારૂ બનાવવા માટેનો ગરમ અને ઠંડો આથો 850 લીટર તેમજ દેશી દારૂ 50 લીટર તેમજ દેસીદારૂ ભઠ્ઠી માટે વપરાતા સાધનો મળી રૂ.4100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડાની ગંધ આવી જતાં દારૂની ભઠી ચલાવતો હરેશ ચારોલીયા અને અજાણ્યાં ચાર શખ્સો નાસી છૂટતાં પોલીસે શોધખોળ આદરી હતી.

IMG-20221125-WA0203.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *