Gujarat

જેતપુરમાં ભાવનગર ‘નરેશ’ કૃષ્ણકુમાર સિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ સાથે આવેદન

કેન્દ્ર સરકાર સમક્ષ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ
દેશના ચરણે પોતાનું રજવાડુ પ્રથમ ધરી દેનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવા માટેની માંગણી દિનપ્રતિદિન પ્રબળ બની રહી છે. ત્યારે આજે કાઠી ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ,તેમજ તમામ સમાજના લોકોએ આજે મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશની આઝાદી સમયે બધા રાજ્યોને એક તાંતણે બાંધવા માટે પોતાનું સમગ્ર રાજ્ય સૌ પ્રથમ દેશના ચરણે ધરી દીધુ હતું. ત્યારબાદ તેઓએ માત્ર 1 રૂા.ટોકન લઈ મદ્રાસના રાજયપાલ તરીકે પણ કામગીરી બજાવી હતી.
કન્યા કેળવણી, શિક્ષણ, કલા ક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન હતું અને નવી ટેકનોલોજીનો ઉપયોગ પોતાના રાજ્યમાં કરનાર તેઓ પ્રથમ રાજવી હતા. હકિકતમાં કૃષ્ણકુમારસિંહજીના ત્યાગ અને રાષ્ટ્રભાવના સામે આ યથોચીત કદર નથી.
ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદારને કહે છે કે “વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજાના કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ એમ કહીને તેમણે 1700 પાદર ભારત સરકારને સોપ્યા હતા.જેતપુરના વીર ચાપરાજ વાળા ચોક ખાતે જેતપુરનાં કાઠી ક્ષત્રિય સમાજ, રજપુત સમાજ,પટેલ સમાજ તેમજ રબારી સમાજ સહિતનાં આગેવાનોએ  આગેવાનો ઉપસ્થિત રહી સહીઓ સાથે જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું
આવેદનપત્રમાં તાત્કાલિક ભારત રત્નના આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવશે. દેશને પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગણી પરત્વે બને એટલો વહેલા અને હકારાત્મક ર્નિણય લેવાય તેવી સરકારને અપીલ કરતની સાથે ભારત રત્ન આપવાની માંગ કરી હતી.

IMG-20220812-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *