Gujarat

જેતપુરમાં રખડતાં ઢોરોને યુવાનો દ્વારા સ્વખર્ચે આયુર્વેદિક લાડુ બનાવીને ખવડાવવાનું તેમજ રસીકરણનું અભિયાન શરૂ કર્યું છે.

હાલ ગાયોમાં લમ્પી વાયરસે કાળો કેર વર્તાવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લનાં જેતપુરમાં ગાયોની વહારે યુવા ગ્રુપ આવ્યું છે ગાયોમાં લમ્પી વાયરસ ના આવે તેમજ જે ગાયો લમ્પી વાયરસની ઝપેટમાં આવી ગઈ છે, તેમાં ઝડપથી રીકવરી આવે એ હેતુથી આ યુવાનો દ્વારા સ્વખર્ચે આયુર્વેદિક લાડુ બનાવીને ખવડાવવાનું તેમજ રસીકરણનું અભિયાન શરૂ કર્યું છે.
રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં ગામડે ગામડે લમ્પી વાઇરસ ની અસરને કારણે રેઢા રખડતા અને ઘરાઉ ગાયો, બળદ, તેમજ આખલાઓ ના મોત થયા છે,જ્યારે હજારોની સંખ્યામાં લંપીથી વાઇરસથી પશુઓ અસરગ્રસ્ત છે,ત્યારે સેવાભાવી યુવાનો દ્વારા આયુર્વેદિક લાડુ ખવરાવવા માં આવી રહ્યા છે,
ત્યારે  જેતપુરમાં યુવાનોએ ભેગા મળી લમ્પિ વાઇરસ ની અસર વાળા તેમજ વગરના રેઢા રખડતા ગાયો, આખલાઓ ને સ્વ ખર્ચે  પશુઓનું રસીકરણ કરાવ્યું હતું,
હાલમાં લમ્પી નામનો વાયરસ ગયો , નંદી સહિતના પશુઓમાં ફેલાય રહ્યો છે.તેથી આ રોગથી બચાવવા  રખડતાં ગયો , નંદી , વાછરડાંને લાડુ તેમજ રસીકરણ આપવામાં આવી હતી અને ગાયના સીંગડામાં રેડિયમ અથવા કોઈ નિશાન લાગવું જેથી ખબર પડે કે આ પશુને વિક્સિન અપાઈ ગઈ છે . આગામી સમયમાં હજુ વધુ પશુઓને વેક્સીન આપવામાં આવશે .તો લોકોને અપીલ છે કે સરકાર તો એનું કામ કરે છે 1962 નંબરમાં કોલ કરો તો હેલ્પ કરે પણ લોકો સ્વૈચ્છિક પોતાના વિસ્તારમાં સ્વયંભૂ સેવા કરી કામ કરે તો સરકાર ને વધારે મદદ થાય જે લોકો ગયો રાખે છે એ લોકો તો વેક્સીન લગાવી લેશે પણ રજળતા ઢોરનું શું એના માટે  ગ્રુપ બનાવી સરાહનીય કામગીરી હાથ ધરી છે.

IMG-20220812-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *