Gujarat

જેતપુરમાં શ્રમિકની હત્યામાં કારખાનેદારે ફરિયાદ નોંધાવી

મૃતકને તેનો જ સાથી મજૂર ધોકાથી ફટકારતો હોવાનું સીસીટીવીમાં નજરે પડતા હત્યાનો ગુનો દાખલ કરતી પોલીસ
સાડીના કારખાનામાં ગુનાને અંજામ આપી ઉત્તરપ્રદેશનો જગા નામનો આરોપી ફરાર થતા પોલીસની શોધખોળ
જેતપુરના સાડીના કારખાનામાં શ્રમિકની હત્યા મામલે જેતપુર સિટી પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે અને ફરાર પરપ્રાંતીય શ્રમિકની શોધખોળ હાથ ધરી છે.
કારખાનેદાર રાજનભાઇ ઉર્ફે રાજુભાઇ ગીરધરલાલ પડીયા (ઉ.વ .45, રહે. ગૌવર્ધન નગર, જુનો પાંચપીપળા રોડ, જેતપુર)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના મોટા અશોકભાઇ સાથે તેઓ ભાગીદારીમાં જેતપુર જુનો રાજકોટ રોડ પાસે જયરાજ કોટન નામથી સાડીછાપ કામનું કારખાનું ધરાવે છે, જેમાં સાડી પ્રિન્ટીંગ જોબ વર્ક કરે છે. કારખાનામાં 108 સાડીનું ટેબલ છે. આ કારખાનામાં કુલ 8 માણસો મજુરી કામ કરે છે.
જેમાં 6 માણસો જેતપુરના છે તથા બે માણસો બહાર રાજયના હતા. કારખાનામાં એક ચોકીદાર તરીકે માણસ છે. જેનું નામ જયેશભાઇ મકવાણા (રહે.ચોરડી, તા.ગોંડલ) તેઓ તેના પત્નિ તથા તેના એક દીકરા સાથે કારખાનામાં રહે છે અને મારા કારખાનામાં અલગ રૂમમાં ગાયો પણ રાખીએ છીએ જેની દેખભાળ આ જયેશભાઇ મકવાણા તથા તેના પત્નિ કરે છે. તા.19મીએ બુધવારે રજા હોવાથી હું કારખાને ગયો નહોતો. તા.20મીએ સવારના આશરે સાડા સાતેક વાગ્યે ચોકીદાર જયેશભાઇનો ફોન આવેલ કે, કારખાનાનો શ્રમિક ગુડું બેભાન હાલતમાં કારખાનામાં સાડીના ટેબલ પાસે પડેલ છે. જઈને જોયું તો અમારે ત્યાં એકાદ માસથી કામ કરતો.
અહીં કારખાનામાં જ રહેતો જયશંકર ઉર્ફે સુનીલકુમાર ઉર્ફે ગુડુ શંકાસ્પદ હાલતમાં પડેલ હોય પોલીસને જાણ કરેલી. પોલીસે આવી જોયું તો ગુડુને શરીરે ઇજાના નીશાનો હતા અને લોહી નીકળેલ હતું. અને તે મૃત હોવાનું જાણવા મળેલ. મૃતક રેવતીપુર તા.જમાનીયા , જી.ગાજીપુર ઉતર પ્રદેશનો હોવાનું તેના ડોક્યુમેન્ટ પરથી જાણવા મળેલ. આ જગો આજ રોજ સવારના આશરે પાંચેક વાગ્યે કારખાનાથી બહાર ગયેલ. કારખાનામાં રહેલ સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરતાં તેમાં તા.18મીએ રાત્રીના આશરે દશેક વાગ્યાના અરસામાં આ જયશંકર ઉર્ફે સુનીલકુમાર ઉર્ફે ગુડુને તેની સાથે રહેતો અને મજુરી કામ કરતો મજુર જગો કોઇ પણ કારણોસર તેને મારી નાખવાના ઇરાદે લાકડાના ધોકાથી તથા ઢીકા પાટુથી શરીરે આડેધડ ઘણા ઘા મારતો નજરે પડેલ.
પોલીસે હાલ ગુનો નોંધી આ જગા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસના પીઆઈ એ.એમ. હેરમા તપાસ ચલાવી રહ્યા છે.

IMG-20221022-WA0084.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *