જુનાગઢથી દારૂ ભરી આવી રહેલા શખ્સને સરદાર ચોક પાસેથી દબોચ્યો : પોલીસે રૂા .60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
જેતપુરના સરદાર ચોક પાસેથી દેશી દારુ ભરેલી કાર સાથે સાગર ઉર્ફે બીડી નામના શખ્સને 510 લીટર દારુ સહિત 60 હજારના મુદ્દામાલ સાથે જેતપુર પોલીસે દબોચ્યો હતો .
વિગત અનુસાર જેતપુર સીટી પોલીસ મથકના પી.આઈ. એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વસૈયા અને કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે જેતપુરના સરદાર ચોક કેનાલ પાસેથી પસાર થતી ગોલ્ડન કલરની કારને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારુ 510 લીટરનો જથ્થો મળી આવતા કાર ચાલક સાગર ઉર્ફે બિડી ભરત ડાભી ( રહે . જેતપુર ) ની અટક કરી દારુ 510 લીટર રુ .10 હજાર,મોબાઈલ ફોન રુ.12,500 અને કાર રુ.50 હજાર મળી રુ.60 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પુછપરછ હાથ ધરતા દારુનો જથ્થો જુનાગઢના બુટલેગર ગોવિંદ ઉર્ફે બબલુ નારણ મોઢ પાસેથી લઇ આવ્યો અને દારુનો ધંધામાં જેતપુરનો હરેશ દિલીપ પરમાર ભાગીદાર હોવાનું કબુલતા પોલીસે બન્નેની શોધખોળ આદરી હતી
