Gujarat

જેતપુર:વિશ્વ ચકલી દિવસ:લુપ્ત થઇ રહેલા ચકલીની પ્રજાતિ માટે જેતપુરમાં મહિલાનો અનોખો પ્રેમ

આજના યાંત્રિક યુગ માં વધતા જતા પ્રદુષણ અને કોંક્રીટ ના વધતા જતા જંગલો ને કારણે શહેર અને ગામડાઓ માં ચકલીઓ નામ શેષ થતી જાય છે. પ્રદુષિત વાતાવરણ અને મોબાઈલ ટાવર ના વધતા જતા રેડિએશન તેમજ ગામડાઓમાં પણ ધાબાવાળા મકાનો ને કારણે ચકલીઓ માળા બાંધી શક્તી નથી. પરિણામે ચકલીઓ નું અસ્તિત્વ ખતમ થવા લાગ્યું છે.જેમ જેમ વિકાસની કેડીએ આગળ વધતો જાય છે. તેમ અનેક પર્યાવરણીય સમસ્યાઓ સામે આવી રહી છે. જે વિકાસની આંધળી દોડમાં પશુ-પક્ષીઓના નિવાસ સ્થાનો છીનવાઇ રહ્યા છે. તેમજ તેમના અનુકુળ વાતાવરણ ન રહેતા પક્ષીઓ નામ શેષ થઇ રહ્યા છે.
પક્ષીઓને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે. ત્યારે નાગરીકોએ પણ જાગૃત થાય તે જરૂરી છે.એક તરફ સમગ્ર વિશ્વમાં જાણીતી એવી ચકલીઓ હવે વિલુપ્ત થવાના આરે છે.ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે ખાસ માળાઓ,માટીના પાણીના વાસણ જેવી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે ત્યારે જેતપુરની એક કામદાર પરિવાર   અભિગમ સાથે ચકલીઓ માટે માત્ર માળા લગાડીને સંતોષ ના માનતા પરતું  ચકલીઓને પોતાના પરિવારથી પણ સારી રીતે રાખી રહ્યા છે.
એમ કહીને ચકલી આંખ લૂછે
વસ્તીથી ફાટફાટ તારા આ શહેરમાં મારો તે ભાવ કોણ પૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે
કોંક્રિટના જંગલમાં રાખ્યું તે કોઈ દિ’ ખુદ માટે શ્વાસ લેવા કાણું?
તારું જ ઠેકાણું પડતું ના હોય ત્યાં મારું ક્યાં ગોતું ઠેકાણું?
સપનું દેખાડે એ જોઉં કે દફનાવું, કહી દે કે કરવાનું શું છે?
એમ કહીને ચકલી આંખ લૂછે
પરતું આ આ પંક્તિ ને ક્યાંક ખોટી પડતા હોય તેમ જેતપુર શહેરના અમરધામ સોસાયટી માં રહેતા તરફ કામદાર પરિવારના ઘર પાસે જ્યાં તમે ઉભા રહો એટલે ચકલીઓનો કલબલાટ સાંભળવા મળે છે. ચકલીઓના ચીચી અવાજ સાંભળીને તમે આસપાસ નજર કરો એટલે તરત ઘર છત ઉપર ઠેક ઠેકાણે ચકલીના માળા જોવા મળે છે. આ દરેક માળાઓમાં ચકલીઓ જોવા મળે છે. આ ઘરના માલિક છેલ્લા ઘણા વર્ષથી ચકલીઓની માવજત અને રક્ષણ કરવાનું કામ કરે છે, સાથે સાથે ચકલીઓ માટેના માળાનું નિ:શુલ્ક વિતરણ કરી ચકલીઓને બચાવવા માટે જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે.
કામદાર પરિવારના પ્રજ્ઞાબેનના કહેવા મુજબ ચકલીઓ માટેના માળા મફત વિતરણ કરે છે તેમજ રોજિંદુ અને નિત્ય કર્મ પણ ચકલીથી શરૂ થાય છે. સવારે જેવા તે ઉઠતાજ તરત જ ચકલીઓને ખાવાનું નાખે, ચોખા, દાણા નાખવા અને સાથે સાથે ચકલીઓ માટે પાણીનો ક્યારો ભરવો અને પછી જ તેવો પોતાનું કામ ચાલુ કરે છે.ચકલીનું ચીચી અને કલબલાટ સાંભળીને કુદરતે આપેલ પ્રકૃતિનો અનુભવ કરીએ છીએ વધુમાં પ્રજ્ઞાબેન કામદારનું કહેવું છે ચકલીને બચાવી હોય અને આપણી આવનાર પેઢીને ચકલી વિષે જાણકારી આપવી હોય તો પોત પોતાના ઘરે ઓછા માં ઓછુ એક ચકલી ઘર કે ચકલી નો માળો રાખે અને ચકલી માટે વ્યવસ્થા કરવી જોઇએ.
આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલીને સુરક્ષિત કરવા માટે આપણે જ જાગૃત થવું રહ્યું અને આપણા બાળકોને પ્રકૃતિની ઓળખ માટે પણ ચકલીઓને સુરક્ષિત કરવી જરૂરી છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220320-192115__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *