Gujarat

જેતપુ૨માં સસ્તાઅનાજની દુકાન પાસે જુગા૨ ૨મતા ચાર ઝડપાયા

જેતપુર સસ્તા અનાજની દુકાન પાસે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ૪ શખ્સોને ઝડપી પાડ્યા.એક શખ્સની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ જેતપુરમાં આવેલા નાનાચોક પાસે આવેલા ૨માકાન્ત રોડ પર મતવાશેરીમાં હરેશ મક્વાણાની સસ્તા અનાજની દુકાન આવેલી હોય આ દુકાન પાસે કેટલાક શખ્સો ઘોડીપાસાનો જુગાર જાહેરમાં રમતા હોવાની હકીક્ત મળતા જેતપુર સીટી પોલીસસ્ટેશનના પીએસઆઈ ડી.એ. બોરીચા, કોન્સ્ટેબલ ઘનસ્યામસિંહ સહીતના સ્ટાફે દરોડો પાડતા સસ્તા અનાજની દુકાન પાસે ઘોડી-પાસાનો જુગાર રમતા (૧) આમદ જુમાભાઇ મુસાણી, રહે. મતવા શેરી, ટબા હોલની સામે, જેતપુર (ર) સલીમ જીવાભાઇ કાથરોટીયા, રહે. નવા દરવાજા, વડલી ચોક, જેતપુર (૩) હિતેષ ગીરધરલાલ મેર, રહે. શેરી નં.ઇ-ર, ફુલવાડી, જેતપુર તથા (૪) સાઇદ ઇસ્માઇલ લાખાણી રહે. જીન પ્લોટ ખોડપરા, જેતપુરને રોકડા રૂા. ૪૧૩ર૦ તથામ મોબાઇલ મળી કુલ રૂા. ૪૯,૩ર૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે આરીફ ઓસમાણભાઇ મકવાણા, રહે.જેતપુરની પોલીસે શોધખોળ હાથ ધરી હતી
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *