Gujarat

જોડીયા મુકામે પી.સી.એન્ડપી.એન.ડી.ટી. એકટ અંતર્ગત તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું  

જોડીયા તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા અને આશા ફેસીલીટર બહેનો માટે બેટી વધાવો બેટી પઢાવોકાર્યક્રમને વેગ મળે અને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ વિષે જાગૃતિ અને માર્ગદર્શન મળે તે હેતુથી તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.એન. ક્ન્નરના માર્ગદર્શન હેઠળ જોડીયા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. સંજય સોમૈયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ્ય સ્ત્રી ભ્રુણ હત્યા અટકે, જન્મ સમયે દીકરીઓના પ્રમાણમાં વધારો થાય, જાતિગત ભેદભાવો દુર થાય અને જીવન જીવવા માટે સમાન તક મળે એ હતો. 

તાલીમસત્રમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ પી.એન.ડી.ટી. શ્રી હિતેષભાઇ બોરીચા, એસ.બી.સી.સી. શ્રી ચિરાગભાઈ પરમાર ઉપસ્થિત રહયા હતા. તાલીમ સત્રને સફળ બનાવવા માટે જોડિયા એમ.પી.એસ. શ્રી ગોધાણીભાઈ અને જોડીયા તાલુકા સુપરવાઈઝરશ્રી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *