સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ
માતૃભાષા અને માતૃભૂમિ આ ત્રિવેણી સંગમ એટલે ભારતીય સંસ્કૃતિ જે સંસ્કૃતિનું આપણને ગૌરવ છે,ગૌરવના મહત્વતા માટે આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ દ્વારા ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા
દિનની ઉજવણી કરવામાં આવી શ્રી હસમુખગુરૂજી દ્વારા 21 મી ફેબ્રુઆરી માતૃભાષા દિન શા માટે ઉજવાય?તે વિશેષ રજુઆત કરવામાં આવી તેમજ બાલમંદિર થી ધોરણ:-1 થી 8 ના
વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષા નું મહત્વ, નરસિંહ મહેતા,મીરાંબાઈ નું મહત્વ, વક્તવ્ય રજૂ કર્યું તથા
ગુજરાતી કાવ્ય ગાન કરીને માતૃભાષા દિન ની ઉજવણી આંનદભેર કરવામાં આવી. આ કાર્યક્રમ ને શ્રી સરસ્વતી
વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યો
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ


