ભરૂચ
ઝઘડિયા બેઠકમાં હાઈ પોલિટિકલ ‘ડ્રામા’ વચ્ચે મોટો ટિ્વસ્ટ આવ્યો છે. હવે દિલીપ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું છે. ઝઘડિયાથી દિલીપ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું છે. દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિલીપ વસાવા છોટુ વસાવાના નાના પુત્ર છે અને તેમણે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. નોંધનીય છે કે, છોટુ વસાવાના પરિવારમાંથી ત્રણ ફોર્મ ભરાયા હતા. ઝઘડિયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. છોટુ વસાવાના પરિવારમાંથી ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાંથી એક પરત ખેંચાયું છે. દિલીપ વસાવા બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાના નાના પુત્ર છે. દિલિપ વસાવા બીટીપીના તથા બીટીટીએસના મહાસચિવ તરીકે રહી ચૂક્યા છે. દિલીપ વસાવા ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય અને હાલ ઝઘડિયા બેઠક પર બીટીપીમાંથી ઉમેદવારી કરનાર મહેશ વસાવાના નાના ભાઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી સંગ્રામમાં અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારનો વિવાદ સામે આવ્યો છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર મ્ઁના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. હવે આ બેઠક પરથી પિતા અને બે પુત્ર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ હતું. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ બીટીપી તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું. નોંધનીય છે કે, છોટુભાઇ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. તેમણે બીટીપી અને બીટીપીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માહિતી આપી હતી. મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના થતાં હોવાના આક્ષેપો પણ છે. નોંધનીય છે કે, દિલીપ વસાવા બીટીપી અને બીટીટીએસના ગુજરાતના મહાસચિવ હતા.
