ભરૂચના ચાવજ ગામ પાસે આવેલ આનંદ નિકેતન સ્કુલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં જીલ્લાની વિવિધ શાળાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાસની કૃતિમાં 6 થી 14 વર્ષની કેટેગરીમાં ઝઘડિયા તાલુકાના ગોવાલી પ્રાથમિક શાળાની બાળકીઓએ ભાગ લીધો હતો. જેઓએ જીલ્લામાં રાસની કૃતિમાં પ્રથમ ક્રમ હાંસલ કરી ઝઘડિયા તાલુકાનું ગૌરવ વધાર્યું છે જેઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે આ ટીમ આવનાર ઝોન કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આ કૃતિને તૈયાર કરાવનાર શિક્ષક જિગરભાઈ જોષી,ભાવિકાબેન,રીંકલબેન તથા મિહિર ભાઇ એ જહેમત ઉઠાવી હતી.
તો આવીજ રીતે ભરૂચ જિલ્લા કલા મહાકુંભમાં ગરબા સ્પર્ધામાં ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત વેજલપુર મિસરશાળાની બાળાઓએ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું છે.બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિઓને એક પ્લેટફોર્મ મળે અને તેમાં આગળ વધી શકે તે માટે સરકાર ઘ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાનો કલા મહાકુંભ ચાવજ નજીક આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ભરૂચ નગરપાલિકા સંચાલિત વેજલપુર મિશ્રશાળાની બાળાઓ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. આ બાળાઓ હવે વિભાગના કલા મહાકુંભમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે. સમિતિના ચેરમેન ઈન્દિરાબેન રાજે બાળાઓને અભિનંદન આપી તેમની કલાને બિરદાવી હતી.


