ધર્મેદ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્તનાબુદ કરવા તેમજ દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્તા નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામા આવેલ
જે અનુંસઘાને કે.એચ.સૂર્યવંશી નાયબ પોલીસ અધીક્ષક છોટાઉદેપુર ડીવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોઝ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર પી.એચ.વસાવા નાઓ ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે કેવડી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન એક બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ જેનો રજી.નંબર GJ-06-HF-4128 ની કાળા લાલ કલરની ઇસમ પોતાની મોટર સાયકલ ઉપર કંતાનનો કોથળો બાંધી આવતો હોય જેથી સદરીની મોટર સાયકલ ઉભી રખાવવા ઇસારો કરતા સદરી ઇસમે પોતાની મોટર સાયકલ પાછી વાળી કેવડી ગામ તરફ મો.સા લઈ ભાગવા લાગેલ જેથી સદરી ઇસમનો દોડીને પીછો કરતા સદરી ઇસમે પોતાની મોટર સાયકલ કેવડી ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર નાખી જંગલ તરફ ભાગવા લાગતા તેને પકડવા પીછો કરતા તે પકડાયેલ નહીં અને ત્યાંથી ભાગી ગયેલ અને શોધખોળ કરતા મળેલ નહી.જેથી મોટરસાયકલ ઉપર બાંધેલ કંતાનના કોથળામાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના છુટ્ટા ક્વાટરીયા ભરેલ મળી આવેલ જે જોતા ૧૮૦ મીલીના કુલ ક્વાટરીયા નંગ ૩૨૨/- કીમંત રૂપીયા-૩૨૬૪૦/- નો તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ એક કાળા લાલ કલરની બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ રજી.નંબર GJ -06-HF-4128 ની કિમંત રૂપીયા-૪૦,૦૦૦/- મળી કુલ કિમંત રૂપીયા- ૭૨,૬૪૦/-નો મુદ્દામાલ પકડીપાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા આવેલ છે ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી નાસી જનાર ઇસમને પકડી પાડવા ચક્રોગતિમાન કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


