Gujarat

ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટે સોનેરી તક – વોક-ઇન ઈન્ટરવ્યૂ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
અધિક્ષક ડાકઘર, ખેડા ડીવીઝન, નડિયાદ કચેરી દ્વારા ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના અજન્ટની નિયુક્તિ માટે વોક-ઇન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૦૨-૦૧-૨૦૨૩ (સોમવાર) ના રોજ સવારે ૧૧.૦૦ થી ૨.00 કલાકે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, ખેડા ડીવીઝન, બીજો માળ, નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ, અમદાવાદી બજાર પાસે, નડિયાદ ૩૮૭૦૦૧ ખાતે વોક-ઇન ઈન્ટરવ્યૂ યોજાશે.
૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતા અને ધોરણ ૧૦ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ઈન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝના ફોટા બે નંગ, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ અને અનુભવનો દાખલો (જો હોય તો) લાવવાના રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ તેમજ દરેકની ઝેરોક્ષ કોપી સાથે લાવવાની રહેશે.
ખેડા અને આણંદ જિલ્લાના રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ ધરાવતા તથા કમ્પ્યુટર અને સ્થાનિક જગ્યાની જાણકારી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, ખેડા ડીવીઝન, નડિયાદ દ્વારા જણાવ્યા અનુસાર જે ઉમેદવારની પસંદગી ડાયરેક્ટ એજન્ટ તરીકે થશે તેમને રૂપિયા ૫૦૦૦ના NSC/ KVP સિક્યોરિટી ડિપોઝિટ સર્ટિફિકેટ જમા કરવાના રહેશે.

images-1-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *