ડાંગ
મહારાષ્ટ્ર સ્થિત દક્ષિણપીઠના પીઠાધિસ્વર જગદગુરુ સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજની સિદ્ધપાદૂકાનું પાદુકા દર્શન કાર્યક્રમ વઘઇ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામા ડાંગ સહિત આજુબાજુના જિલ્લામાંથી હજારો લોકો પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત જિલ્લા પંચાયતના પ્રમખુ મંગળભાઇ ગાવીતના નિવાસ્થાને રાખેલ સિદ્ધ પાદુકાનું પૂજા-અર્ચના કરી યાત્રા કાઢીને કરવામા આવી હતી. આ રથયાત્રામાં સેંકડો લોકો જાેડાયા હતા. રથયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક કિલોમીટર લાંબી આ યાત્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રવચનકારે જીવનમાં અધ્યાત્મનું મહત્વ સમજાવ્યું હતું. કોઈનું સ્વપ્નમા પણ બૂરું ઇચ્છવું નહીં અને તમે જીવો અને બીજાને જીવવામાં સહાયતા કરો મંત્ર વિશે સમજણ આપી હતી. અને સુનિયોજનથી જીવન જીવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને વિવધ આગેવાનો અને શ્રી સંપ્રદાયના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જાેડાયેલા ભક્તોએ કાર્યક્રમને સફળતાપૂર્વક પારપાડી પૂર્ણ કર્યો હતો.


