Gujarat

ડાકોરના વણોતી ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડતી વિજિલન્સ પોલીસ

નડિયાદ
ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વણોતી ગામમથી દારૂના વેપલા પર વિજિલન્સ પોલીસે દરોડો પાડયો છે. દરોડો પાડી કુલ ૧૧ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અહીંયાથી ભારતીય બનાવટના વગર પાસ પરમીટે રૂપિયા ૨૧ હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમ રાયસીંગ પરમાર, રાવજી કાભઈભાઈ પરમાર, પ્રભાત પુનમભાઈ દેવીપુજક, દિપક પ્રમોદભાઈ સહિત કુલ ૯ લોકો પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. જ્યારે આ બનાવમાં બે લોકો ફરાર છે. વિઝલન્સ પોલીસે દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. પોલીસને પાક્કી બાતમી હોવા છતાં પણ આવા બુટલેગરોને જિલ્લા પોલીસ અંકુશમા લાવી શકતુ નથી. ત્યારે આ સમગ્ર દારૂના પ્રકરણમાં પોલીસે કડક કાર્યવાહી કરે તેવી માંગ જાગૃત લોકોએ કરી છે.ગાંધીનગરની વિજિલન્સ ટીમે ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વણોતી ગામ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડયો છે આ સાથે કુલ ૧૧ ઈસમો સામે પ્રોહીબીશના એક્ટ મુજબનો ગુનો નોંધાયો છે. આ બનાવમાં ૧૧ પૈકી નવ આરોપીઓ પોલીસના હાથે પકડાઈ ગયા છે. જ્યારે બે વોન્ટેડ આરોપીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *