Gujarat

ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ ૨નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

લુણાવાડા
દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્કનું ભારત સરકારના પ્રવાસન વિભાગની રૂા.૩૪૫ લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ રૂા.૫૭૧.૩૩ લાખના ખર્ચે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર વિવિધ સુવિધાઓ સાથે જયારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા મ્યુઝિયમ ફેઝ ૧ રાજય સરકારની રૂા.૭૦૩ લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ વિવિધ ૨૫થી ૩૦ ડાયનાસોરના સ્ટેચ્યુ, ૩-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, ૩-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એકટીવ ટચ સરફેસ, ગુજરાત, ભારત તથા દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરના રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ સહિતની સૈવાઓની સાથે રૂા.૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-૨ તૈયાર કરવામાં આવ્યો છે. બાલાસિનોરથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલીના ૫૨ હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજાે અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવીને રાજય સરકારે નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું છે. વિશાળકાય ડાયનાસોરના લગભગ ૬૫ મિલિયન વર્ષના ઇતિહાસને રજૂ કરતો ભારતનો આ સૌપ્રથમ અને અદ્યતન ખોદકામથી પ્રદર્શન સુધીની ગાથા રજૂ કરતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બની રહેશે. વૈશ્વિક પ્રવાસનના નકશા પર ચમકનારો બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *