Gujarat

ડીઈઓના ખોટા અહેવાલની શિક્ષણ સચિવ, તકેદારી આયોગ અને રાજ્યપાલને ફરિયાદ

અમદાવાદ
અમદાવાદમાં નિર્માણ સ્કૂલમાં બે બોર્ડ ચલાવાતાં હોવાની એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય ડીઇઓએ તપાસ શરૂ કરી હતી. જેનો અહેવાલ પણ તેમણે તૈયાર કર્યો હતો. પરંતુ આ અહેવાલ ખોટો હોવાનો એનએસયુઆઈ એ કર્યો હતો. તે ઉપરાંત ડીઇઓસામે તપાસ કરવામાં આવે તે અંગે શિક્ષણ સચિવ, તકેદારી આયોગ અને રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદમાં નિર્માણ સ્કૂલ દ્વારા બે બોર્ડ ચલાવવા તથા માળખાગત સુવિધા નહીં હોવા છતાં વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હોવાની ફરિયાદ પણ થઈ હતી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય ડીઇઓઆર.આર.વ્યાસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂરી કરીને ડીઇઓદ્વારા અહેવાલ તૈયાર કરીને રજુ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અહેવાલ ખોટો હોવાના તથા સ્કૂલની તરફેણમાં અહેવાલ તૈયાર કર્યો હોવાનો એનએસયુઆઈ ના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. એનએસયુઆઈ દ્વારા નિર્માણ સ્કૂલમાં બે બોર્ડ ચલાવાતા હોવાના ડીઇઓએ તૈયાર કરેલા અહેવાલનો વિરોધ કર્યો હતો. તે ઉપરાંત એનએસયુઆઈ દ્વારા ડીઇઓઆર.આર.વ્યાસના વિરૂદ્ધમાં શિક્ષણ સચિવ, તકેદારી આયોગ અને રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં સ્કુલ સામે ડીઇઓથી ઉચ્ચ અધિકારી પાસે તપાસ કરાવવા તથા ગ્રામ્ય ડીઇઓસામે પણ તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *