ડીઝીટલ ઇન્ડિયા નું રટણ કરતી સરકાર ની ડીઝીટલ ઇન્ડિયા..? કેટલા અંશે…? ચાલુ..? કે પછી ચાવવાના પણ અલગ અને બતાવવાના પણ અલગ.. તેમનું સત્ય ઉદારણ.. ગિરગઢડા તાલુકા પંચાયત….
ગિરગઢડા તા 11
ભરત ગંગદેવ…
ગીર ગઢડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રા ઓનલાઈ બંધ થતાં લાભાર્થીઓ પડતી મુશ્કેલી
ગીર ગઢડા તાલુકાના કુલ 56 ગ્રામ પંચાયત આવેલ જેમાં જુદા જુદા ગામડામાં આવાસ પ્લસ ની યાદી મુજબ ગરીબ આવાસ વિહોણા લોકો અને કાચા આવાસ ધરાંવતા કુટુંબો ને તાલુકા પંચાયત કચેરી ની ગ્રામ વિકાસ શાખા દ્વારા આવાસ મંજૂર કરવામાં આવે મંજૂર થયેલ આવાસ માં પ્રથમ હપ્તો એડવાન્સ 30.000 હજાર ચૂકવવામાં આવે છે ત્યાર બાદ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામ ચાલુ કરવામાં આવે છે
પરંતુ ગીર ગઢડા તાલુકા માં કુલ મંજૂર થયેલ આવાસ વર્ષ-2021-22 માં 165 લાભાર્થી ના આવાસ મંજૂર કરવામાં આવેલ અને નિયમ મુજબ પ્રથમ હપ્તો મળેલ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામ ચાલુ કરેલ જેમાં 115 આવાસ લેન્ટર સુધી અને 33 આવાસ પૂર્ણ થયેલ છે સતા આ લાભાર્થી ને અંદાજિત ૬ મહિના થી આવાસ યોજના ના બીજા. ત્રીજા હપ્તા મળેલ નથી અને વરસાદ અને વાવાઝોડાના ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે તો આગામી દિવસોમાં આવા લોકો ઉપર કેવી દશા થશે
આ માટે તાલુકા પંચાયત કચેરી ગીર ગઢડા ના અધિકારી/કર્મચારીઓ ને પૂછતા તેમણે જણાવેલ કે આવાસ મંજૂર થયેલ તેમનું હપ્તા ચૂકવણા માટે ઓનલાઈન એફ.ટી.ઓ કરી પી એફ.એમ.એસ દ્વારા હપ્તા નું ચુકવણું લાભાર્થી ના બેંક ખાતામાં ઓનલાઇન જમાં કરવામાં આવે છે અમારા દ્વારા અનેક વાર ચુકવણું કરવામાં આવેલ પરંતુ ૧૦-૧૫ દિવસ પેન્ડિંગ બતાવે અને અંતે રિજેક્ટ થાય છે અને રીજેકટ થવાનું કારણ પણ આવતું નથી તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા ઉપર ની વડી કચેરી પત્ર લખી વારંવાર જાણ કરેલ અને આ ઓનલાઇન ઇસ્યુ માટે ગીર ગઢડા સ્ટાફ વડી કચેરી ગાંધીનગર રૂબરૂ રજૂઆત કરેલ
આમ આવા ઓનલાઇન ના ઇસ્યુ જો ૬ મહિના માં સોલ ના થાય નીચલી કચેરી દ્વારા વડી કચેરી ને પત્ર લખી કે ટેલીફોનીક જાણ વારંવાર કરે સતા કોઇ પ્રશ્ન નું નિરાકરણ આવતું નથી અત્યારે એક વાત તો નોંધનય છે કે પેલા પદાધિકારી ઓને સેલ્ફીમાં રસ હતો હવેતો અધિકારી ઓને પણ ભૂત વળગ્યું હોય તેવું દેખાય રહ્યું છે. મિટિંગો કરો અને પ્રેસ વોકવુંટ કરો પ્રજા નું જે થવાનું હોય તે થશે જિલ્લા મથકે બેઠેલા અધિકારી ઓ હવે શું પગલાં લેશે તેતો આવનારો સમય બતાવશે. કે પછી એ પણ ડિજિટલ ઈંડિયા નું રટણ કરી પેલી કહેવત જેવું કરશે.
” બાઈ ના ફૂલ બાઈ ને ખમાં મારા ભાઈ ને…
