ગિરગઢડા
ભરત ગંગદેવ.
શનિવારે સવારે ડીસા જલિયાણ ધામથી શરૂ થયેલ ગોપાલજી ટોકરશી જોબનપુત્રા પરિવારના પદયાત્રા સંઘનું પ્રથમ દિવસે વાઘપુરા જૈન તીર્થ ખાતે જલારામ ટ્રસ્ટ ડીસા અને સૌ જલારામ ભકતો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.આ સંઘ ડીસાથી રાપર કુળદેવીમા ચામુડા માતાજીના સ્થાનકે જઈ રહેલ છે.
પદયાત્રા સંઘના આયોજક સંઘશ્રેષ્ઠી ડીસાના મેહુલકુમાર દલપતરામ ઠકકર તેમજ ચામુંડા માતાજીના પરમ ભકત મુંબઈના રમણીકભાઈ જોબનપુત્રાનું ફૂલહાર તેમજ સાલથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જલારામ ભકતો/સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,દિનેશભાઈ ચોક્સી,નટુભાઈ આચાર્ય, લખીરામભાઈ ઠકકર, હસમુખભાઇ પોપટ,સંતોષભાઈ ઠકકર સહિત સૌએ સાથે મળી સંઘ આયોજકનું સન્માન કરી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.સંઘમાં ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા છે.


