Gujarat

ડીસાના આર્કિટેક્ટ લવકુમાર ખત્રીનું સૂરત એરપોર્ટ ખાતે પોસ્ટીંગ થતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન

ગિરગઢડા
ભરત ગંગદેવ.
ડીસાના હોનહાર આર્કિટેક્ટ લવકુમાર વિષ્ણુભાઈ ખત્રીને તાજેતરમાં જ સૂરતની પ્રાઈવેટ કંપનીમાં જોબ મળ્યા બાદ તેમનું પોસ્ટીંગ સૂરત એરપોર્ટ ઉપર થતાં ડીસા નગરમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપેલ છે.
ખુશીના આ અવસરે અનેકજનોને પ્રોત્સાહન આપનાર ડીસા શુભેચ્છક ગ્રુપના સર્વ કનુભાઈ આચાર્ય, મફતલાલ મોદી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ રાયકા,જયેશભાઈ દેસાઈ,કમલેશભાઈ રાચ્છ, આનંદભાઈ પી.ઠક્કર, મહેશભાઈ ઉદેચા, કાંતિભાઈ માળી,મહેશભાઈ મનવર સહિત સૌએ લવકુમાર ખત્રીનું સન્માનપત્ર, સાલ,પુસ્તક, ફૂલછડીથી સન્માન કરી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમના સૌ પરિવારજનોએ શુભેચ્છક ગ્રુપ ડીસા પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

IMG-20220702-WA0110.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *