Gujarat

ડીસાના યુવાને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ડીસા
ડીસા શહેરના કાપડીવાસમાં રહેતા વિશાલ ચમનજી ઠાકોર (ઉં.વ.૧૯) નામના યુવકે પોતાના ઘર આગળ આવેલ ઝાડ ઉપર દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘરના સભ્યોએ વિશાલને ઝાડ સાથે લટકતો જાેઈ હેબતાઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ મથકે જાણ કરતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના માણસોએ ઘટના સ્થળે દોડી આવી સેવાભાવી મનુભાઈ આસ્નાનીની મદદથી લાશને નીચે ઉતારી ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી હતી. આશાસ્પદ યુવકના મોતના પગલે પરીવારજનોમાં ભારે રોકકળ મચી જવા પામી હતી. યુવાનના આકસ્મિક મોતના પગલે યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે અકસ્માત અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ડીસા શહેરના લાટી બજાર વિસ્તારમાં આવેલ કાપડીવાસમાં રહેતાં ઠાકોર સમાજના આશાસ્પદ યુવકે ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

Swallowing-a-young-man-shortened-his-life.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *