Gujarat

ડીસાના સદગત રસિકભાઈ રાચ્છની પ્રથમ  વાર્ષિક પૂન્યતિથિ નિમિતે સુંદરકાંડ તેમજ ભજન સંધ્યાનું પ્રેરણાદાયી આયોજન

ગિરગઢડા
 ભરત ગંગદેવ…
    ભકિત, સેવા,સહકાર, ધર્મકાર્ય, જીવદયા,પરોપકાર જેવા સદગુણોથી છલોછલ એવા ડીસા રઘુવંશી લોહાણા સમાજના જાણીતા અગ્રણી દાનવીર  રસિકભાઈ વસરામભાઈ ઠકકર/રાચ્છ 75 વર્ષની ઉંમરે ટૂંકી બિમારી બાદ ગત વર્ષે તારીખ  11-3-2021 ને શિવરાત્રિના પરમ પવિત્ર દિવસે ધામમાં પધાર્યા હતા.
     તેમની દિવ્ય સ્મૃતિમાં મહા શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ તારીખ 28-2-2022 ને સોમવારે વાર્ષિક પૂન્યતિથિ નિમિતે તેમનાં ધર્મપત્ની ગંગા સ્વરૂપ બબીબેન,દીકરી ભારતીબેન,સુપુત્રો મુકેશભાઈ, કમલેશભાઈ, શૈલેષભાઈ, વિજયભાઈ સહિત સમગ્ર પરિવારે  સુંદરકાંડ, જલારામ બાપાનાં ભજન  તેમજ ભોજન પ્રસાદનું પ્રેરણાદાયી આયોજન કર્યું હતું.
   આ અવસરે સમાજ અગ્રણીઓ  સર્વ ભગવાનભાઈ બંધુ,જયંતિભાઈ ઓઢાવાળા,નટુભાઈ આચાર્ય, ત્રિભોવનભાઈ રાચ્છ સહિત સૌએ રસિકભાઈ રાચ્છના ગુણાનુવાદ કરી તેમના દિવ્ય સ્મરણ સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
   સુંદરકાંડ મંડળ તેમજ જલારામ સત્સંગ મંડળના સર્વ નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,સંજયભાઈ બારોટ, આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,સતીષભાઈ પટેલ, મનુભાઈ રતાણી,આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોકસી,દેવચંદભાઈ એન.ઠકકર, અનીલભાઈ ઠકકર, મુકેશભાઈ આચાર્ય,શશીકાંતભાઈ ડી.ઠકકર, તારાચંદભાઈ મજેઠીયા,વૈકુંઠભાઈ કારિયા,દીલીપભાઈ રતાણી,પૂજાબેન ઠકકર, શિલ્પાબેન ઠકકર, ૠત્વીબેન ઠકકર સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી સુંદરકાંડ અને ભજનોના માધ્યમથી રસિકભાઈ રાચ્છને દિવ્ય શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.સૌ માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.આ અવસરે ડીસા રઘુવંશી લોહાણા સમાજના ભાઈ-બહેનો ઉપરાંત ડીસા નગરના વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ખાસ ઉપસ્થિત રહી આદરણીય રસિકભાઈ રાચ્છને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

IMG-20220302-WA0216.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *