બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જાેવા મળી રહ્યો છે. ગઈકાલે રોડ કામ કરી રહેલા કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં ટ્રક અને સ્વીફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જે દરમિયાન એક અન્ય વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. જાેકે આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિનો જીવ ગુમાવ્યો હતો બીજી તરફ આજે ડીસાના બનાસ પુલ પર એક જીઆરડી જવાન મહેશભાઈ બાઇક લઇને જતા અચાનક વરસાદના કારણે બાઈક બંધ થઈ ગઈ હોવાના કારણે બાઈક લઈને પુલ નજીક પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલી કોઈ અજાણ્યા વાહનચાલકે મહેશભાઈને ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જાેકે સ્થાનિક લોકોની મદદથી મહેશભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.ડીસા પાસે હવે બનાસપુર પર અજાણ્યા વાહનચાલકે જેઆરડી જવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. બાઈક વરસાદમાં બંધ થઇ જતા મહેશભાઈ નામના જેઆરડી જવાન બાઈકને હાથથી દોરીને જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા કોઇ અજાણ્યા વાહનચાલકે ધડાકાભેર ટક્કર મારતા જીઆરડી જવાન મહેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
