Gujarat

ડીસામાં નજીવી બાબતે ૪ ઈસ્મોએ પાઈપના ફટકા મારતા યુવક લોહીલુહાણ

ડીસા
ડીસામાં રિજમેટ વિસ્તારમાં રહેતો આકાશ ઠાકોર નામનો યુવક સેન્ટીંગનું મજૂરી કામ કરી કરે છે અને તે મજૂરીકામના પૈસા લેવા માટે શેઠની રાહ જાેઇને જલારામ મંદિર પાસે આવેલા રામદેવ પાર્લર આગળ લગાવેલા રામદેવ ટ્રાવેલ્સ બોર્ડ પાસે ઉભો હતો. તે સમયે રામદેવ પાર્લરના માલિક અજય રાજપૂતે તેને બોર્ડ પાસેથી દૂર ઊભું રહેવા જણાવ્યું હતું અને ઊભા રહેવાની વાતચીત કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે ઉશ્કેરાયેલા અજય રાજપૂત સહિત ચાર શખ્સોએ પાઇપ પડે આકાશ પર જીવલેણ હુમલો કર્યો હતો. માથાના ભાગમાં અને પગના ભાગે પાઇપના ફટકા વાગતા યુવક લોહી લુહાણ થઈ નીચે પટકાયો હતો. ઘટનાને પગલે આકાશના ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત આકાશે હુમલો કરનાર ચાર શખ્સો સામે ડીસા સિટી ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ડીસામાં જલારામ મંદિર પાસે પાર્લર આગળ લગાવેલા બોર્ડ પાસે ઉભા રહેવા બાબતે બોલાચાલી થતા યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાર્લર માલિક સહિત ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા લોહી લુહાણ થયેલ યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *