ડીસા
ડીસાની આજુબાજુમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ધાનેરાથી મુસાફરો લઈને ડીસા તરફ આવી રહેલી બસ બનાસપુલ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમય પાછળથી પૂરપાટ ઝડપે આવી ઝડપે રહેલ એક કાર ચાલક બસ પાછળ ઘૂસી જતા અકસ્માત થયો હતો. કાર બસ પાછળ અથડાઈને બાજુમાં આવેલ ડિવાઈડર સાથે ટકરાતા બંને બાજુથી ક્ષતિગ્રસ્ત થતા કાર માલિકને મોટુ નુકસાન થયું હતું. અકસ્માતને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ તરત જ આવીને અકસ્માતગ્રસ્ત ગાડી ને સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.ડીસામાં બનાસપુલ પાસે સાંજે બસ પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી, જ્યારે કાર માલિકને મોટુ નુકસાન થયુ હતું બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.
