Gujarat

ડીસામાં માળી સમાજ દ્વારા ધુળેટીમાં ઘેર અને લૂર નૃત્યની રમઝટ

પાલનપુર
બનાસકાંઠાના ડીસામાં મારવાડી સમાજ દ્વારા હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં લાકડાના ડંડા લઇ ઘેર નૃત્ય રમતા હોય છે. જ્યારે મહિલાઓ પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે. બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલો રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા કેટલાય વરસોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખતા દર વરસે ધુળેટીની સમી સાંજે ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવે છે. ડીસામાં અંદાજે મારવાડી માળી સમાજના ૫૦ હજાર જેટલા લોકો વસે છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોક નૃત્યની પરંપરાને જાળવી રાખવા છેલ્લા કેટલાય વરસોથી આ પ્રકારે દર ધુળેટીના દિવસે ઘેર અને લુર નૃત્યનો જલસો રાખતા હોય છે. જેમાં મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ગાઇ બે ભાગમાં વહેંચાઈ એક બીજા તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય છે જે લુર નૃત્ય તરીકે ઓળખાય છે. ત્યાંની મહિલાઓ પણ આ પ્રકારની ઉજવણીથી સમાજના લોકોમાં એકતા વધતી હોવાનું કબુલે છે બદલાતા સમયમાં લોકો જ્યાં આધુનિકતા તરફ વળ્યા છે. ત્યારે રાજસ્થાનથી ડીસામાં આવેલા આ મારવાડી માળી સમાજે પોતાની ધુળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લુર નૃત્યની પરંપરાને બચાવવા કરેલો પ્રયાસ સરાહનીય છે.ગુજરાતમાં નવરાત્રીનું જેટલું મહત્વ છે તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતના ડીસામાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે પણ ધુળેટી પર્વના દિવસે ઘેર અને લુર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે.

Deesas-Marwari-Mali-Samaj-seeks-to-preserve-its-own-tradition.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *