Gujarat

ડીસામાં ૫.૭ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ

પાલનપુર
બનાસકાંઠાના ડીસા ખાતે ઉત્તર પોલીસનો સ્ટાફ શિવનગર ચોકડી પાસે આગામી સમયમાં આવનારા હોળી-ધૂળેટીના તહેવારને લઈને ફૂડ ચેકિંગમાં હતો. તે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતાં તેને ઝડપી પૂછપરછ કરવામાં આવતાં તેનું નામ મહાદેવારામ મેઘવાલ હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની પાસે રહેલા એક થેલામાં તપાસ કરતા માદક પદાર્થ ગાંજાનો કુલ ૫.૭૬૬ કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. ડીસા ઉત્તર પોલીસે રૂ. ૫૭ હજાર ૬૬૦ના ગાંજાના જથ્થા સહિત કુલ રૂ. ૬૧ હજાર ૦૧૦ના મુદ્દામાલ સાથે મહાદેવારામ જસારામ રાજસ્થાન વાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.ડીસા ઉત્તર પોલીસે શિવનગર ચોકી પાસેથી ૫.૭૬૬ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે ડીસા ઉત્તર પોલીસનો સ્ટાફ શિવનગર ચોકડી પાસે આગામી હોળી ધુળેટી તહેવારને લઈને પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતાં તેની અટકાયત કરવામાં આવી હતી. તેમજ તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતાં કુલ રૂ. ૫૭ હજાર ૬૬૦ રૂપિયાનો ગાંજાે ઝડપાયો હતો. પોલીસે કુલ ૬૧ હજાર ૧૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઇસમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

An-ISM-was-caught-with-a-quantity-of-5.7-kg-of-marijuana.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *