Gujarat

ડીસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતે વિવિધ રમતોના પ્રશિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ  

તા.1 જુલાઈથી જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, જામનગર સંચાલિત રમત સંકુલ શરુ થઇ ચૂક્યું છે. જેમાં સ્વિમિંગ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો જેવી વિવિધ પ્રકારની રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. તા. 1 જુલાઈથી કાર્યરત થયેલા આ રમત સંકુલમાં ભાગ લેવા માટે રસ ધરાવતા ખેલાડીઓએ ક્રિકેટ બંગલા, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનું જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મનસુખભાઇ ગોહિલ (સંકુલ ઇન્ચાર્જ)ને ટેલિફોન નંબર 9909014840, નરેન્દ્ર પ્રજાપતિ 9328969172 અને પરાગ ગોહિલનો 8511907771 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે. આ રમત સંકુલમાં ખેલાડીઓને પ્રવેશ મેળવવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *