Gujarat

ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોને રોવાનો વારો આવ્યો

જેતપુર પંથકમાં ડુંગળી ખેડુતોને રડાવી રહી છે, પડતર કિંમત પણ ન ઉપજતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયાં
માર્કેટિંગ યાર્ડમાં વહેંચવા માટે આવેલ ખેડૂતોની ડુંગળી રૂ.1 કિલો નાં ભાવે વેચાઇ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો.
ડુંગળીની આવક વધવાને કારણે ભાવો તુટયા જેના કારણે ખેડુતોના હાથે કશુ જ ન લાગ્યું
કેન્દ્રની એનડીએની સરકાર ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરી રહી છે.ત્યારે બીજી તરફ હાલ જે પાકના ભાવ મળી રહ્યા છે, તેમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે
જેતપુર પંથકમાં ડુંગળીનો સારોએવો પાક થાય છે. આ વર્ષે સારા ભાવ મળશે તેવી આશાએ ખેડુતોએ ડુંગળીનું સારૂએવું વાવેતર કર્યું હતું. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે,ત્યારે ડુંગળીના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. આજે યાર્ડમાં ખેડૂતોની ડુંગળી 20 થી 30 રૂપિયા પ્રતિમણ ઉપજી રહ્યા છે. જેથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડી રહી છે, ત્યારે સરકાર દ્વારા ડુંગળીના યોગ્ય પોષણક્ષમ ભાવ નક્કી કરવા અને ખેડૂતો ને વળતર ની યોગ્ય રકમ ચૂકવવા માંગ કરવામાં આવી છે.
માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે ત્યારે ડુંગળીના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ડુંગળીને ગરીબોની કસ્તુરી માનવામાં આવે છે ત્યારે કસ્તુરી હાલ અમીરોની શાન બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા ડુંગળીનો ભાવ ૬૦૦ થી ૮૦૦ રૂપિયા ખેડુતોને મળી રહ્યો હતો. જેના કારણે ખેડુતોમાં ખુશી જોવા મળી રહી હતી. ત્યારે ખેડુતોનું કહેવું હતું કે, બહારના રાજયોમાંથી ડુંગળીનું ઉત્પાદન ખુબ જ ઓછા પ્રમાણમાં થયું હોવાના કારણે  યાર્ડમાં આવક ખુબ જ ઓછા પ્રમાણમાં થતી હતી જેના કારણે ખેડુતોને પુરતો ભાવ મળી રહેતો હતો પરંતુ આ પરિસ્થિતિ હાલ જોઈએ તો બહારના રાજયોમાંથી હાલ ડુંગળીની આવક ખુબ જ વિશાળ પ્રમાણમાં થતી હોવાના કારણે ડુંગળીનો ભાવ ગગડયો લાગ્યો છે.
ડુંગળીના ગગડતા ભાવની સાથે જ , હાલ ડુંગળીની આવક યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં થતી હોવાને કારણે ડુંગળીનો ભાવ ગગડયો છે ત્યારે ખેડુતો જયારે યાર્ડ ખાતે ડુંગળી વેંચવા આવે છે ત્યારે મજુરી, દલાલી, ટ્રાન્સપોર્ટ બધા ખર્ચ લાગતા ખેડુતોના હાથે કશું જ આવતું નથી. જેના કારણે ખેડુતોનો મોટી મુસીબતનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા ઉચ્ચ ગુણવતાવાળી ડુંગળીના ભાવ ૬૦૦ થી ૮૦૦ રૂપિયા ગુણીના મળી રહેતા હતા. જે હાલ ૩૦ થી 50 રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે ખેડુતોને માથે મોટી મુસીબત આવી ગઈ છે.
જેતપુર પંથકમાં ડુંગળીના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ના મળતા હોવાના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચાલુ વર્ષે શિયાળુ અને ઉનાળુ એમ બંને સીઝનમાં ખેડૂતોએ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ ખેતરોમાં પાક તૈયાર થયા બાદ ખેડૂતો દ્વારા વહેચવામાં આવતી હોય છે પણ હાલ સરકાર દ્વારા 2 રૂપિયા વળતર પેટે આપવામાં આવી રહ્યા છે પરતું ખેડૂતોનું કહેવું છે કે સરકાર મજાક કરી રહી છે   જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે
યાર્ડમાં અગાઉનાં વર્ષમાં 10 થી 20 હજાર ગુણી ડુંગળીની આવક હતી ત્યારે ખેડૂતો ને ડુંગળીના ખૂબ 500 થી 550  સુધીના ભાવો મળી રહ્યા હતા, પરંતુ  હાલ આ વર્ષે સરકાર દ્વારા નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવો ઘટતા ગયા. હાલ યાર્ડ ખાતે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. યાર્ડમાં 500 થી 550 રૂપિયા પ્રતિમણના ભાવે વેચાઈ રહેલી ડુંગળી હાલમાં 20 થી 30 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે. ડુંગળીના ભાવો એકાએક નીચે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે ડુંગળી 250 થી 300 રૂપિયા મણ ઘરમાં પડતર પડે છે એ ડુંગળી માટીના ભાવે વેચાઇ રહી છે. ત્યારે ડુંગળીના યોગ્ય ભાવ આપવા સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ખેડૂતોએ સીઝનના પ્રારંભે જ્યારે ડુંગળીનું વાવેતર કર્યું હતું. એ સમયે બિયારણ ખૂબ મોંઘું હતું. ખેડૂતોએ 3000  હજારથી 3500  રૂપિયાના મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું. જેમાં ખાતર, દવાઓનો છંટકાવ, માવજત, મજૂરી અને વેચાણ માટે યાર્ડ સુધી પહોંચાડવાનું ભાડું સહિતની ગણતરી કરતા ખેડૂતોને 250 થી 300  રૂપિયા પ્રતિમણના ભાવે ડુંગળી ઘરમાં પડે છે, પરંતુ જ્યારે ડુંગળીનું વેચાણ થાય છે ત્યારે ખેડૂતોને ખર્ચની સામે પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યારે સરકારે બીજી જણસી ની જેમ ડુંગળીમાં પણ યોગ્ય ભાવ મળી રહે તેવું આયોજન કરવું જોઈએ.
ડુંગળીની આવક વધવા સામે તેના ભાવ સતત ગગડી રહ્યા છે, ખેડૂતો ને ડુંગળીના ઓછા ભાવ પોષાય તેમ નથી,  ભાવ પણ સતત નીચા જતા રહેશે જેથી ખેડૂતોએ સરકાર પાસે ડુંગળીના યોગ્ય ભાવ જળવાય રહે એવી માંગ કરી છે.
ત્યારે વેપારીઓનું કહેવું છે કે, છુટક વેચવા ડુંગળીની ખરીદી જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવે છે ત્યારે દલાલી, એસ.બારદાન, ટ્રાન્સપોર્ટ વગેરેનો ખર્ચો ચડાવીને વેપારી પોતાની નહીં રાખીને રીટેલ માર્કેટમાં વેચવામાં આવે છે. પરંતુ લેવાલી નાં હોઈ વેપારીઓ પણ પરેશાન છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220510-182342__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *