Gujarat

ડેડીયાપાડા ના કાબરીપઠાર ગામની સીમમાંથી ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ ત્રણ બંદુક પકડી પાડતી નર્મદા એસ.ઓ.જી.

આરોપીઓ બંદૂક લઈ શિકાર કરવા માટે નીકળ્યા હતા પોલીસ ની વોચ અંગે ગંધ આવી જતા હથિયાર અને ગાડી મૂકી ભાગી ગયા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના કાબરીપઠાર ગામની સીમમાંથી ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ ત્રણ બંદુક નર્મદા એસ.ઓ.જી એ ઝડપી પાડી છે
પ્રાપ્ત માહિતી મુજબ બતમી આધારે આરોપીઓ ૧) અરવીંદભાઇ જયંતીભાઇ વસાવા ૨) દિલીપભાઇ નારસીંગભાઇ વસાવા ૩) ધિરજભાઈ ગણપતભાઇ વસાવા રહે.ગાજરગોટા તા.ડેડીયાપાડા જિ.નર્મદા તથા બીજા બે ઇસમો હથિયાર લઈ શિકાર કરવા નીકળેલ હોવાની બાતમી આધારે નર્મદા એસ.ઓ.જી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે આરોપીઓ બંદૂક અને ગાડી મૂકી નાસી છૂટ્યા હતા પોલીસે ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો કી.રૂ. ૩,૦૦૦/- ની તથા મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- કબજે કરી આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આમર્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *