Gujarat

ડૉ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને કાયદા શિબિરનું આયોજન કરાયું

મહિલાઓને નારી અદાલતની સમજ તથા મહિલા વિષયક યોજનાઓની જાણકારી અપાઈ
 ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહિવટીતંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે કાયદા શિબિરનું આયોજન ડૉ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું.આ કાયદા શિબિર જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન પટેલની અધ્યક્ષતામાં  યોજવામાં આવી હતી. શિબિરનો હેતુ મહિલાઓને નારી અદાલતની સમજ તથા મહિલા વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તે માટેનો હતો.શબિરનો પ્રારંભ મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો.
     શિબિરમાં અધ્યક્ષપદેથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, દિકરીને સારું શિક્ષણ આપશો તો તે પિયર તથા સાસરી એમ બંને કુળને ઉજાગર કરશે. દિકરીઓને જીવન વિષયક શિક્ષણ પણ આજના આ પ્લેટફોર્મ થકી જ મળશે તેવી તેમણે નેમ વ્યક્ત કરી હતી.આ ઉપરાંત પ્રમુખશ્રીએ દિકરીઓને લગતી કેન્દ્ર તથા રાજ્ય સરકારે અમલમાં મૂકેલ  યોજનાની પણ આ વેળાએ જાણકારી આપી હતી. વધુમાં, દિકરીઓને તેમના રક્ષણ માટે અમલમાં આવેલા કાયદા અંગે જાગૃત્તી કેળવવા હિમાયત કરી હતી.
     આ વેળાએ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પ્રિતેશભાઈ વસાવાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મહિલા સુરક્ષા અને દહેજ પ્રતિબંધક અધિનિયમ ની વિસ્તૃત જાણકારી આપી હતી.તેમણે મહિલાને દહેજ પ્રથાનો ભોગ ન બને તે માટે માહિતગાર પણ કર્યા હતા.
     આ શિબિરમાં એડવોકેટ શ્રીમતી તારાબેન પટેલે કાનૂની સેવા વિષયક માહિતીથી ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કર્યા હતા.તેમને મહિલાને સંકટ સમયે કાયદાનો આશરો લેવા પણ હિમાયત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કાયદા સમક્ષ સૌ સમાન અધિકાર મેળવી શકે છે.
     આ શિબિરમાં સ્વાગત પ્રવચન આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કોમલબેન ઠાકોરે કર્યું  હતું તથા આભારવિધિ બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી રિદ્ધિ બા ઝાલાએ કરી હતી.
    આ પ્રસંગે જિલ્લાની વિવિધ પી એચ સીમાં કાર્યરત બહેનો ને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
     આ શિબિરમાં વિવિધ ક્ષેત્રની  અગ્રણીઓ તથા વિવિધ ક્ષેત્રની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20221014-WA0213.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *