ઇજેનેરી અને તકનીકીના ક્ષેત્રે યુવાનો જેટલા સક્ષમ બને તેટલું દેશનું ભવિષ્ય ઉજ્વળ બને. આ જ વિચાર સાથે એન્જીનીયરીંગના યુવાનોને પ્રોત્સાહિત કરવા જીટીયુ દર વર્ષે એક મોટો ટેકનિકલ ફેસ્ટિવલ કરે છે. જેમાં યુવા પ્રતિભાને પોતાની ટેકનિકલ ક્ષમતા પુરવાર કરવાનો અવસર મળે છે. આ વર્ષે સુરતના આંગણે બે દિવસ જીટીયુ ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ની ગાંધી ડિગ્રી ઇજેનરી કોલેજમાં બે દિવસીય તા. 11 અને 12 ઓક્ટોબરના રોજ રાજ્ય કક્ષાનો ટેકનિકલ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Electronics and communication, Electrical, Instrumentation and Control Engineering ના ગુજરાતની તમામ ડિગ્રી તથા ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લીધો. સુરતના અને સુરત ની બહારના આશરે 500-600 વિધાર્થીઓ એ આ ટેકફેસ્ટમાં ભાગ લીધો હતો. ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે GTU ના કુલપતિશ્રી ડો. નવીન શેઠ, સંસ્થાના વડા અને ખાતાના વડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બે દિવસ દરમ્યાન TechPulse, CircuitX, Arduioverse Network Tactics, GATEoFobia જેવી અલગ અલગ ટેકનિકલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધા માં પ્રથમ ત્રણ વિજેતાઓ ને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવશે. આ ટેકફેસ્ટ નું સમગ્ર સંચાલન પ્રો. કિરીટ ભૂવા દ્વારા સંસ્થા ના વડા ડૉ. એસ આર જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.


