Gujarat

ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાણપુર શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ ડો.બાબાસાહેબ આંબેડકરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાણપુર શહેરના મુખ્ય જાહેર માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.રાણપુર શહેરના સિદ્ધાર્થનગર ખાતેથી આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસ સ્ટેશન પાસે થઈને ગીબરોડ ઉપર થઈને આ શોભાયાત્રા બસ સ્ટેશન પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.ડી.જે.ના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા ભારે ઉત્સાહ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220414-152400.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *