ભુજ
ભુજના માંડવીના બિદડા ગામે રહેતા કમલેશ દિનેશભાઈ થારૂ (ઉ.વ.૨૨) નામના પરણીત યુવાને પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ ફાનિ દુનિયા છોડી દીધી હતી. બનાવની આગલી મૃતક તેમના સાસરીયામાં સગાઇના પ્રસંગે ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવીને પોતાના ઘરમાં આડી પર રસ્સો બાંધીને આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું. તેમજ મૃતકનો ભાઇ વિકલાંગ હોઇ પિતા રિક્ષા ચલાવતા હોઇ ઘરની જવાબદારી મરણ જનાર કમલેશ હોવાથી તે માનસિક ટેનશનમાં રહેતો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.માંડવી તાલુકાના બિદડા ગામે રહેતા ૨૨ વર્ષીય યુવાને માનસિક તાણમાં પોતાના ઘરમાં આડી પર રસ્સો બાંધી આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.


