બોડેલી તાલુકા તલાટી મંડળ દ્વારા
પડતર પ્રશ્નોના નિકાલ માટે બોડેલી સેવા સદન ખાતે બોડેલી મામલતદાર અને TDO ને આપી
તલાટીઓ હડતાળ પર ઉતર્યા હતા
ગુજરાત રાજ્ય તલાટી – મંત્રી મહામંડળ દ્વારા સને ૨૦૧૮ થી સતત લેખીત રજુઆત કરવા છતાં સરકારશ્રી દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલ ન હોવાથી
વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા ગુજરાત રાજ્ય તલાટી – મંત્રી મહામંડળની તારીખ ૦૯/૦૭/૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ આગામી તારીખ ૦૨/૦૮/૨૦૨૨ થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે
તલાટી – કમ – મંત્રી કેડરના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં તારીખ ૦૨/૦૮/૨૦૨૨ થી છોટા ઉદેપુર જિલ્લાન ના *તલાટીઓની હડતાળ! બોડેલી સેવા સદન બહાર તલાટીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

