Gujarat

તા.૧૩થી ૧૫ ના ‘હર ધર તિરંગા’ કાર્યક્રમના પ્રથમ દિવસે જન ભાગીદારીનો મળ્યો બહોળો પ્રતિસાદ: અત્ર તત્ર સર્વત્ર લહેરાયો તિરંગો

 જૂનાગઢ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અન્વયે  ધરે ધરે લોકો, સંતો મહંતો દ્વારા ભવનાથના આશ્રમોમાં, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારીઓ, સરકારી કચેરીઓમાં દ્વારા દેશની શાન એવો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.  આઝાદીના અમૃત મહોત્સવને  ‘હર ધર તિરંગા’ કાર્યક્રમને અન્વયે જૂનાગઢ જિલ્લાના લોકોએ આન બાન શાન સાથે ઉજવી રહ્યો છે.

જિલ્લા કલેકટરશ્રી રચિતરાજ દ્વારા  જૂનાગઠ જિલ્લાના વેપારી સંગઠનો, હોટેલ એસો., શાળા – કોલેજોને તિરંગો લહેરાવવા ઘણા સમયથી અપીલ કરવામાં આવી રહી હતી. જે અનવ્યે તા.૧૩થી ૧૫ ના આ અભિયાનના પ્રથમ દિવસે જ  જૂનાગઢના ધરે ધરે, સરકારી કચેરીઓ, શાળા- કોલેજમાં લોકોએ તિરંગો લહેરાવી  ‘હર ધર તિરંગા’ અભિયાનને દેશ દાઝ સાથે સફળ બનાવ્યું છે.

જૂનાગઢના ગૌરક્ષનાથ આશ્રમના મહંતશ્રી શેરનાથ બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી તેમજ પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના જૂનાગઢ જિલ્લાના મહાનુભાવો દ્વારા પણ રાષ્ટ્રપ્રેમ માટેના આ અભિયાનમાં જોડાવા લોકોને પ્રેરક સંદેશો અપાયો હતો.

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘હર ઘર તિરંગા’ અન્વયે રાષ્ટ્ર ધ્વજ લગાવવા લોકોને  જે અનુરોધ કરાયો હતો તેનો  તેને દેશપ્રેમ સાથે જૂનાગઢ જિલ્લા વાસીઓ અનુકરણ કરી રહ્યા છે.

તિરંગાના સુવ્યવસ્થિત વેચાણ માટે તંત્ર દ્વારા પણ તિરંગાના વેચાણ કેન્દ્રો ચાલી રહ્યા છે. આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોએ તિરંગા નું વિતરણ ચાલુ છે. જાહેર સ્થળોએ પણ   વેચાતા તિરંગા, રીક્ષા – બસ -દ્વિ ચક્રી વાહનોમાં પણ તિરંગા લહેરાઈ રહ્યા છે. જે  લોકોને દેશપ્રેમ માટેનો પ્રચંડ જુવાળ દર્શાવે છે

કલેકટરશ્રી રચિત રાજ દ્વારા જૂનાગઢ જિલ્લાના સરકારી પત્ર વ્યવહારમાં તો ‘હર ધર તિરંગા’ના લોગોનો ઉપયોગ કરવાની સુચના અપાઈ જ હતી. તેનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું હતુ. આ ઉપરાંત .

‘હર ધર તિરંગા’ના લોગાનો ઉપયોગ ખાનગી હોટેલ, વેપારીઓને આપી બિલમાં તેનો ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

  જુનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ રહી છે જેથી કેશોદવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ છે.

tirangamay-jnd-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *