Gujarat

તા. ૨૧મી, જૂને છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

 

રાજયના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજયમંત્રી
કુબેરભાઇ ડીંડોરની ઉપસ્થિતિમાં કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આગામી તા. ૨૧મી, જૂનના રોજ છોટાઉદેપુર ખાતે આવેલા ખુંટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજયના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજયમંત્રી કુબેરભાઇ ડીંડોરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપરા લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનતા તરફ દોરવાના ઉમદા હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવી રહેલા આજના વિશ્વ યોગ દિવસના કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના એસ.એફ.હાઇસ્કૂલ, છોટાઉદેપુર અને જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે, જેતપુર પાવી તાલુકામાં સાર્વજનિક હાઇસ્કૂલ, પાવીજેતપુર અને નવો બાગ, જેતપુર ગ્રામપંચાયત ખાતે, કવાંટ તાલુકામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ અને શ્રી. એસ.સી.શાહ હાઇસ્કૂલ, પાનવડ ખાતે, બોડેલી તાલુકામાં શેઠ એચ.એસ.શિરોલાવાલા હાઇસ્કૂલ અને સ્વામીનારાયણ મંદિર બોડેલી ખાતે, સંખેડા તાલુકામાં ડી.બી.પારેખ હાઇસ્કૂલ અને આનંદપુર હાઇસ્કૂલ ખાતે, નસવાડી તાલુકામાં એસ.બી.સોલંકી વિદ્યામંદિર, નસવાડી અને સાર્વજનિક હાઇસ્કૂલ વઘાચ ખાતે યોજવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ આઇ.ટી.આઇ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં કુસુમસાગર તળાવ, છોટાઉદેપુર અને લાલબહાદુર શાસ્ત્રી બાગ, છોટાઉદેપુર ખાતે યોગ દિવસ અંતર્ગત યોગનો કાર્યક્રમ યોજાશે.
ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ઐતિહાસિક કુસુમ વિલાસ પેલેસ અને જાગનાથ મંદિર ખાતે પણ યોગ દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે.
છોટાઉદેપુર જીલ્લાના જાણિતા પર્યટન સ્થળ કેવડી ઇકો ટુરિઝમ સેન્ટર અને માખણિયા પર્વત પર પણ યોગ દિવસને અનુલક્ષીને યોગ પ્રેમીઓ દ્વારા યોગના કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *